ધ્રાંગધ્રા શહેરમાં ગઈકાલે રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રા શહેરની માનમહેલાત સામે રહેતા મહમદકેફ રમજાનભાઈ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય માથાકૂટ થઇ હતી. જેનું મનદુઃખ રાખીને ધ્રાંગધ્રાના જ તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયા નામના યુવાને ભરબજારે ધોળા દિવસે મહમદકેફ રમજાનભાઈ કુરેશી ( ઉંમર 19 વર્ષ )ને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.ધ્રાંગધ્રા શહેરમાં ભર બજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક મહમદકેફ કુરેશીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પી.આઈ. જે.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે આ કેસના હત્યારા આરોપી તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયાને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।