ગુજરાતમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુરથી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયાં છે. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 8 પર પાણી ભારયા છે. હિમતનગરના મોતીપુરા, જીન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. હિંમતનગર અને ઇડર હાઇવે પરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં બે થી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવેલી છે જેમાં ગઈકાલથી સતત વરસાદ ચાલુ છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, #activeindia#youtubechenal#gujrati#
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কলাইগাও প্ৰগতিশীল জনমঞ্চত আজি মুদৈবড়ী বিজেপি মণ্ডলৰ উদ্যোগত বিশাল যোগদান কাৰ্যসূচী ৰূপায়ন
কলাইগাওত বিজেপিৰ বিশাল যোগদান কায্যসুচী।
ভাৰতীয় জনতা পাৰ্টীৰ কলাই গাওঁৰ মুদৈবড়ী মণ্ডলৰ...
थाइरोइड कैंसर का इलाज कैसे करे? | Thyroid in Hindi | Thyroid Cancer Treatment | Dr Vinod Gore
थाइरोइड कैंसर का इलाज कैसे करे? | Thyroid in Hindi | Thyroid Cancer Treatment | Dr Vinod Gore
ડીસાના માલગઢ નજીક કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં 4 વ્યક્તિઓ ઘાયલ
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા...
মৰাণত জুৱেলাৰ্ৰচৰ ব্যৱসায়ী জয়চন্দ বাৰ্মাৰ ৰখাই থোৱা স্কুটিৰ পৰা ১১০ গ্ৰাম সোন আৰু নগদ ৪৩,৫০০ টকা লুটি নিয়ে চোৰে ।
মৰাণৰ গোলচন মাৰ্কেটৰ ময়ুৰি জুৱেলাৰ্ৰচৰ গৰাকী জয়চন্দ বাৰ্মাই দোকান বন্ধ কৰি পিয়লি নগৰৰ গৃহ অভিমুখে...