રિપોર્ટ-જુનેદ ઈશાકભાઈ પટેલ
ફતેપુરા-દાહોદ
દાહોદ:- રવિવાર – ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ.દ્વારા એક અખબાર યાદી માં જણાવ્યું છે