ખંભાત શહેરના રેલવે સ્ટેશન નજીક ઓ.એન.જી.સી સામેના વિસ્તારમાં ગત રાત્રિએ એક વિશાળકાય અજગરે દેખા દીધી હોવાની વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહી છે.જેને જોઈ લોકો અચરજમાં મુકાયા છે.જો કે નજરે જોનાર લોકોએ અજગરને કોઈ પ્રકારની કનડગત કરી નથી.આ વીડિયોને આધારે નેચરલ ફાઉન્ડેશન અને વનવિભાગની ટીમ તપાસ કરી હતી.સલામતીના ભાગરૂપે તંત્રએ કામગીરી હાથ ધરી છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિશાળકાય અજગરની વિડિયો ખંભાત ઓ.એન.જી.સી સામેની છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ છે.