બોટાદ :ભારતના અને વિશ્વના લોકપ્રિય નેતાં અને ગુજરાતના પનોતાપૂત્ર એવા વડાપ્રધાન ના 73 મા જન્મ દિવસ નિમિતે બોટાદ શહેર યુંવા મોર્ચા દ્વારા શ્રી બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લી. મધુસદન ડેરી તથા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદના સૌજન્યથી જિલ્લા આરોગ્ય તંત્ર બોટાદ જાયન્સ વીકની ઉજવણી અંતર્ગત શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બ્લડ બેન્ક બોટાદના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 17 -9- 2023 ને રવિવારે સવારે 9:30 કલાકે લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કરનાર દાતાને ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે બોટાદ શહેર યુંવા મોરચાની ટીમ તથા ભાજપ ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.