રિપોર્ટ. લતીફ સુમરા

આજ રોજ 5 મી સપ્ટેમ્બર *ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ* ના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી, પ્રગતિ એજ્યુકેશન તેમજ પ્રગતિ નર્સિંગ કોલેજ ના હેડ એવા શ્રી જીતભાઈ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન ઉજવવામાં આવ્યો.જેમાં આચાર્ય તરીકે *સોલંકી દીપિકા* તેમજ સુપરવાઇઝર તરીકે *દેસાઈ વિક્રમભાઈ* રહ્યા હતા સાથે ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ત્રણ નંબર ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં 

પ્રથમ નંબર *વાઘેલા જાગૃતિબેન* બીજા નંબર પર *સોલંકી નિકિતા * તેમજ ત્રીજા નંબર પર *મેમણ શાહિદ* એ પ્રાપ્ત કર્યો હતો.

આજના આચાર્ય તરીકે *દીપિકા સોલંકી* તેમજ *વિક્રમભાઈ દેસાઈ* ના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે *જીતુભાઈ વાઘેલા* દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પદ્ધતિના તથા ફેરફારો અને વધુ પડતો મોબાઈલનો દૂર ઉપયોગ તેમજ શિક્ષણનું મહત્વ વિદ્યાર્થીને આજના દિવસે સમજાવવામાં આવ્યું હતું.