ડીસા નગરપાલિકામાં ઉપપ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખ સંગીતાબેન દવેએ ચાર્જ સાંભળ્યો..

બનાસકાંઠા ની ડીસા નગરપાલિકા માં ભાજપમાં અસંતોષ હજુ પણ યથાવત છે, આજે નગરપાલિકામાં મહિલા પ્રમુખે ચાર્જ સંભાળતા જ ઉપપ્રમુખ સહિત અનેક ભાજપના સભ્યો ગેરહાજર રહેતા ડીસાના પ્રભારીએ સભ્યોને અસંતોષ ન રાખવા સલાહ આપી હતી..

ડીસા નગરપાલિકામાં ભાજપમાં ભારે જૂથવાદ ચાલી રહ્યો છે, જેમાં અગાઉ બે જૂથ વચ્ચેની સ્પર્ધામાં ચાર દિવસ અગાઉ પાર્ટીએ પ્રમુખ તરીકે સંગીતા બેન પ્રકાશભાઈ દવે ને મેન્ડેડ આપતા વિરોધી જૂથ નારાજ થયું હતું, ઉપપ્રમુખ સહિત 12 ભાજપ ના અને 2 અપક્ષ સહિત કુલ 14 સભ્યો તરત જ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જોકે કે તે સમયે જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો એ સભ્યોને સમજાવતા મામલો શાંત પડ્યો હતો..

પરંતુ પાર્ટી એ ત્યાર બાદ કોઈ જ સંતોષકારક કાર્યવાહી ન કરતા ફરી આજે નગરપાલિકા માં નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા ફરી જૂથવાદ જોવા મળ્યો હતો..

આજે 12.39 ના વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવે એ ચાર્જ સંભાળ્યો હતો, જેમાં માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત શહેર સંગઠન ના હોદ્દેદારો અને શુભેચ્છકો એ હાજરી આપી નવ નિયુક્ત પ્રમુખ ને શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ વિરોધી જૂથના અનેક સભ્યો પ્રમુખની તાજપોષી કાર્યક્રમ માં દેખાયા ન હતા, જેમાં ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર સહિત લગભગ 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા..