અમરેલી જિલ્લા ના અમરેલી વિધાનસભા નો છેલ્લો મત વિસ્તાર એવા વડિયા ગ્રામપંચાયત મા નવી બોડી એ સુકાન સાંભળ્યા બાદ વારંવાર કોઈ વિવાદ સામે આવતો હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે. ટૂંકા ગાળા પેહલા ભૂગર્ભ ગટર, બાદ મુખ્ય રોડ ના ખાડા, પાણી વિતરણ મા અનેક સમસ્યાઓ સામે આવતી જોવા મળી અને ગ્રામપંચાયત તેના નિરાકરણ મા ઉણી ઉતારતી હોય તેવા દ્રષ્યો પણ જોવા મળ્યા. હાલ વરસાદી માહોલ મા કાચા રસ્તાઓ મા અને પશુપાલન વાળા વિસ્તાર મા કાદવ કીચડ નુ પ્રમાણ વધતા સ્થાનિક લોકોની સમસ્યા જોઈ ગ્રામપંચાયત ના સતાધારી પક્ષના સભ્ય રાજુભાઇ ભેડા ના જણાવ્યા અનુસાર સરપંચ અને તંત્ર ને વારંવાર રજુવાત કરવા છતાં લોકફાળા થી બગીચાના મોહ મા અંધ બનેલા ગ્રામપંચાયત ના તંત્ર ને લોકોની પ્રાથમિક સુવિધાઓ બાબતે કોઈ દરકાર ના હોય તેમનો વિસ્તાર ગંદકી મા કદબાદતો હોય, લોકોનું આરોગ્ય પણ જોખમ મા હોય, મચ્છરનો અસહ્ય ઉપદ્રવ હોવાથી વરાપ ના સમયમાં ટાંચ ના ફેરા થી ભરતી કરવા માંગ કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ના આવતા સતાધારી પક્ષનાં સભ્ય એ અવાજ ઉઠાવી પોતાના વોર્ડ ની સમસ્યા દૂર કરવા માંગણી કરી છે.ગ્રામપંચાયત ના કામો પણ લોકફાળા થી થાય છે તો સરકારની ગ્રાન્ટ ક્યાં જાય છે તેવા પ્રશ્નો પણ સતાપક્ષ સામે જોવા મળી રહ્યા છે. હવે સતાપક્ષ ના સભ્યો નો અવાજ સાંભળવામાં આવે છે કે તેને પણ ઘોળી ને પીય જાય છે કે નહિ તેતો આવનારો સમય જ બતાવશે. આ બાબતે આવનારા સમય મા વડિયા ગ્રામપંચાયત મા નવાજુની ના અણસાર દેખાતા હોય તેવુ જોવા મળી રહ્યું છે.