પાટડી પંથકના એક ગામના બે ઈસમો દ્વારા મોઢું દબાવી વારાફરતી પરિણિતાની મરજી વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેને પગલે પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના એક ગામની પરિણિત મહિલા પર તેનાજ ગામના બે ઈસમો દ્વારા મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો સામે આવી છે. જેમાં પ્રાપ્ત વિગતાનુસાર પરિણીતા કુદરતી હાજતે જવા માટે ગઇ હતી, ત્યાં તેના જ ગામના બે ઈસમો આવી અને મોઢું દબાવી વારાફરતી પરિણિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની વાતથી ચકચાર મચી જવા પામી છે. ત્યારે પાટડી પોલીસ મથકે દુષ્કર્મ કરી અને બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પાટડી પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ વધુ કાર્યવાહી પાટડી પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.
પાટડી પંથકના એક ગામના બે ઈસમો દ્વારા મોઢું દબાવી વારાફરતી પરિણિતાની મરજી વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/07/nerity_ca8aac8696337db53adc226e45c15d75.webp)