ખંભાત તાલુકાના નાના કલોદરા ગામે રહેતી 17 વર્ષ 4 માસ અને 3 દિવસની ઉંમર ધરાવતી સગીરાનુ ગત 11 મી તારીખ ના રોજ સવારના ચારેક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો.જેને કારણે વાલીએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતા આ અંગે ખંભાત શહેર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.