ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ઉભો પાક સુકાઈ ગયેલ.
સાવરકુંડલા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં મગફળી અને કપાસ નો પાક સદંતર નિષ્ફળ નિવડીયા હોય અને ખેડૂતો મોંઘા ભાવે બિયારણ દવા તેમજ પોતાની મહેનત નો ખર્ચ પણ ન થાય તેવી પરિસ્થિતિમાં સરકાર પાસે તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે.. જેમને સિંચાઈની સગવડ ન હોય અને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ છોડવો ખેંચો અને નીચે એક પણ શિંગનુ ડોડવું ન હોય ત્યારે ખેડૂતોને કેટલી વિકટ પરિસ્થિતિ હોય તે જે અનુભવે એને જ ખબર હોય. જ્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યોગ્ય ન્યાય મળે એ હેતુસર સર્વે કરી યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવે.
સાવરકુંડલા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા છે. તો તાકીદે આ વિસ્તારમાં સર્વે કરી યોગ્ય નિરાકરણ લાવવા ખેડૂત અગ્રણીઓ દ્વારા રજૂઆત કરેલ છે.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા