વડિયા પંથકમાં માત્ર બે કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

વડિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના ૨ વાગ્યા થી ૪, વાગ્યા સુધી બે કલાકમાં જ ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું જેમાં વડિયા શહેરમાં ૪૮ મીમી વરસાદ મામલતદાર ફલ્ડ કંટ્રોલ ખાતે નોંધાયો હતો જ્યારે વડિયા સીમ વિસ્તારમાં આવેલ સુરવો ડેમ પર બે કલાકમાં ૨૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે

જોકે ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું હોય તેમ સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું

રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા હતા

વડિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો

વડીયા ગામમાં 48 mm સીમવિસ્તારમાં 24 mm બે કલાકમાં પડ્યો વરસાદ

બાટવા દેવળી ગામે ખેતરોમાં નદીની માફક વહેતા થયા પાણી

ખેડૂતોના અનુમાન મુજબ એક કલાકમાં અંદાજીત 3 ઇંચ ઉપર વરસી ગયો વરસાદ

બાટવાદેવળી સરપંચના જણાવ્યા અનુસાર દોઢેક કલાકમાં 4 ઇંચથી વધુ ખાબક્યો વરસાદ

બાટવા દેવળી ગામની નદી થઈ ગાંડીતુર

બાટવા દેવળી,બરવાળા બાવળ,વડિયા સહિતના ગામોમાં મેઘો થયો ઓળઘોળ

ખેડૂતો માટે હાલ કાચાસોના માફક વરસી ગયો વરસાદ ખેડૂતો ખુશખુશાલ