ડીસા (મેરૂજી પ્રજાપતિ)

ગત રાત્રીએ ડીસા તાલુકાના ભોંયણ ગામની સીમમાં એક પ્રજાપતિ યુવકે ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળેલ છે.... ડીસા તાલુકાના પ્રજાપતિ નગર કંસારી અને હાલ ભોંયણ ગામની સીમમાં આવેલ વિષ્ણુભાઈ રામચંદ ભાઈ સેનીના ખેતરમાં રહી ભાગીયા તરીકે કામ કરતા પ્રજાપતિ સુરેશ રમણલાલ પ્રજાપતિને ત્યાં મજૂરી કામ કરતો મુકેશ પુનમાજીનામના યુવાને ગત રાત્રીએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર ફાંસો ખાઈ જીવન નો અંત આણેલ . જે બાબતે સુરેશ રમણલાલ પ્રજાપતિએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ એ.એસ.આઈ.દિનેશભાઇ કે.પરમાર અનેપો.કો.મુનાફ ભાઈ એ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ.માટે પહોંચાડેલ. આગળની.તપાસ પી.એસ.આઈ.શ્રી. બી.જે. ભટ્ટ ચલાવી રહ્યા છે.