દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર ઉર્ફે પર્વતભાઇ અને ઉપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલીયાની જાહેરાત દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસવી દ્વારા કરવામાં આવી હતી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

આજે બપોરે દાહોદ જિલ્લા પંચાયત સભાખંડમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર ની અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને ડંડકના નામ નું મેંડેટ પ્રદેશમાંથી ગઈ આવતા તે નામોની જાહેરાત કરી આ પદ માટે માત્ર એક એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની નામ દાહોદ કલેકટર હર્ષિત ગોસવિ દ્વારા DDO ઉત્સવ ગૌતમ ની ઉપસ્થિતિમાં બિનહરીફ જીતેલા જાહેર કર્યા હતા અને જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર અને ઉપપ્રમુખ માટે અરવિંદાબેન સામતભાઈ પટેલીયા નું નામ જાહેર કરવામાં આવતા ભારત માતાકી જય ના નારાઓ થી સભાખંડમાં ગુંજી ઉઠ્યું હતું અને તમામ ભાજપના હોદ્દેદારો અને મિત્ર વર્તુળ દ્વારા તેમજ સમાજના લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સમાચાર જિલ્લામાં વાયુવેગે ફેલાતા જિલ્લાના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી