અરવલ્લી.

  શામળાજી વનવિભાગની ગંભીર બેદરકારી આવી સામે, ખેતરમાં અજગર આવી ચડ્યો હોવાની જાણ કરતાં ઉડાઉ જવાબ મળ્યા...

- " ભિલોડા તાલુકાના સરકીલીમડી ગામે મહાકાય અજગર આવી ચડતાં વનવિભાગને જાણ કરતાં વનવિભાગના દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવ્યા અને સ્થળ પર કોઈ ફરક્યું પણ નહી છેવટે ગ્રામજનોએ જીવદયા માટે કાર્યરત અંકિત રાઠોડનો સંપર્ક કરતાં અંકિત રાઠોડે મહાકાય અજગરનું રેસ્ક્યું કર્યુ "...

* ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં આવેલા સરકીલીમડી ગામે રહેતા સાંજાભાઇ સોમાભાઇ ભગોરા વહેલી સવારે પોતાના ખેતરમાં ઘાસ ચારો લેવા ગયા હતા ત્યારે ખેતરમાં બાર ફૂટનો મહાકાય અજગર નજરે ચડતાં તેમણે વનવિભાગને જાણ કરી હતી પરંતુ વનવિભાગ દ્વારા ઉડાઉ જવાબ મળતાં જીવદયા માટે કાર્યરત અંકિત રાઠોડને જાણ કરતાં અંકિત રાઠોડે મહાકાય અજગરનું રેસ્ક્યું કર્યુ હતું... બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.