હાલોલ તાલુકાના રાયણ વાડીયા ગામે નવીનગરીમાં રહેતા 38 વર્ષીય પ્રવીણભાઈ ઉર્ફે ચોટલી અભેસિંગ નાયક પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા નવા ઢીક્વા ગામે ચોકડી પર આવેલ બાયપાસ રોડ પાસેથી ગત રાત્રિના સુમારે પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહનને બેફામ પૂરઝડપે ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રસ્તે ચાલતા જતા રાહદારી પ્રવીણભાઈને અડફેટે લઈ જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં પ્રવીણભાઈને ટક્કર મારી અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઇ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી પ્રવીણભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેઓનું કરુણ મોત નિપજયું હતું જ્યારે અકસ્માતનો બનાવ જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક બનાવ અંગેની જાણ પાવાગઢ પોલીસ સહિત પ્રવીણભાઈના પરિવારજનોને કરતા પાવાગઢ પોલીસ સહિત પ્રવીણભાઈના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રવીણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જયારે અકસ્માતમાં પ્રવીણભાઈના કરુણ મોતના બનાવ અંગેની ફરિયાદ તેઓના કાકાના દીકરા કનુભાઈ દર્શનભાઈ નાયકે પાવાગઢ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવા ઢીકવા ગામે ચોકડી પર અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા સર્જાયો અકસ્માત,યુવાનનું ઘટના સ્થળે થયું કરુણ મોત.
