સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે 17 વર્ષીય સગીરા શનિવારે રાતે દસેક વાગ્યાના અરસામાં ગુમ થઈ હતી તેની આજુબાજુમાં શોધ ખોળ કરતા તે વિસ્તારમાં નજીકમાં જમીન ભાગેથી વાવેતર ખેતી કરતો એક યુવાન પણ ગુમ છે ત્યારે પરિવારના સભ્યોને શંકા છે કે તે યુવાન આ સગીરાને ભગાડી લઈ ગયો હોવાની સગીરાની માતાએ સિધ્ધપુર પોલીસ મથકે અજાણ્યા યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. સભ્યોના નિવેદન આધારે યુવાન અને સગીરાને શોધવા અને દિશામાં તપાસ ચાલી રહી છે.