હાલોલ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ પક્ષના નેતા તરીકેના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા નવીન હોદ્દાદારોની નિમણૂક કરવા માટેની ચૂંટણીની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે બક્ષીપંચ માટેની સીટના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાને લોકશાહી પદ્ધતિથી ચુંટી કાઢવા માટેની પ્રક્રિયામાં ઉમેદવારોના ફોર્મ ભરવા માટેની તજવીજ આજે હાલોલ તાલુકા પંચાયત ખાતે વિકાસ અધિકારી તેજલબેન રાણાની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી જેમાં તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીને સત્તાધારી પાર્ટીના ચાર સદસ્યો જેમાં તાલુકા પંચાયતની આ વખતની બક્ષીપંચની પ્રમુખ તરીકેની સીટ હોઈ ઉમેદવાર તરીકે કનુભાઈ રાઠોડ (મોટા) ઉપપ્રમુખ તરીકે મહિલા ઉમેદવાર નિરુબેન બારીયા, કારોબારી અધ્યક્ષના ઉમેદવાર તરીકે અશોકભાઈ બારીયા અને પક્ષના નેતાના ઉમેદવાર તરીકે દિલીપ સિંહ રાઠોડને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મોવડી  મંડળ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન અને સંકલન હેઠળ પાર્ટીના મેનડેટ આપી તેઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં  આજે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાની મુદ્દતનો સમય વીતી ગયા બાદ પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના આ ચાર દાવેદાર ઉમેદવાર  સિવાયના અન્ય કોઈપણ ઇસમે પોતાની દાવેદારી ન નોંધાવી એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરતા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકે તેઓની સામે એક પણ હરીફ ઉમેદવાર ન રહેતા લોકશાહીની પ્રણાલી મુજબ તાલુકા પંચાયત ખાતેના પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના આ ચાર ઉમેદવાર સીધે સીધા બિનહરીફ જાહેર થયા હોવાનું જોવા મળ્યું હતું જેમાં પ્રમુખ તરીકે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કનુભાઈ રાઠોડ મોટા ઉપપ્રમુખ તરીકે નીરૂબેન બારીયા કારોબારી અધ્યક્ષ તરીકે અશોકભાઈ બારીયા અને પક્ષના નેતા તરીકે દિલીપસિંહ રાઠોડ બિનહરીફ જાહેર થતાં હાલોલ તાલુકા ભાજપા સંગઠનમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તાલુકા પંચાયત ના પ્રાંગણ ખાતે આ ચારે હોદ્દેદારોની વર્ણીને આવકારી ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી ચારેય બિનહરીફ ઉમેદવારોને ફૂલહાર કરી તેઓનું અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર, તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,આજથી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, સહિત તાલુકા પંચાયતના અન્ય સદસ્યો તેમજ તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે ભારતીય જનતા પાર્ટીના આ ચારેય ઉમેદવારો પ્રમુખ,ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાઈ તો આવ્યા છે પણ સત્તાવાર સરકારી જાહેરાત આવતીકાલે કરાશે જેમાં આવતી કાલે આ ચારેય હોદ્દેદારોના નામ પર આગામી અઢી વર્ષની માટેની  પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકેની મહોર મારવામાં આવશે અને હાલોલ તાલુકા પંચાયતની સત્તાની સુકાન તેઓને સુપ્રત કરાશે તેવી માહિતી મળવા પામી છે.