ભુજ,બુધવાર
કેન્દ્રીય વિદ્યાલય નંબર-૨ આર્મી ભુજ ખાતે આજરોજ ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ હિન્દી દિવસનું આયોજન કરવામાંઆવ્યું હતું. નક્કી કર્યા પમાણે મુજબ તા. ૧૨મી સપ્ટેમ્બર થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી શાળામાં હિન્દી પખવાડિયાનું આયોજનકરવામાં આવ્યું છે. હિન્દી દિવસ નિમિત્તે વિદ્યાલયમાં સૌ પ્રથમ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય વિદ્યાલયસંગઠન મુખ્યાલય, નવી દિલ્હીના કમિશનરશ્રી નિધિ પાંડે દ્વારા મોકલવામાં આવેલ અપીલ અને સંદેશ હિન્દી દિવસ પરવાંચવામાં આવ્યો હતો. સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી દિવસ લગતા વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાહતા. ત્યાર બાદ શાળામાં ધોરણ ૬ થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે 'વિશ્વમાં હિન્દી ભાષાનું મહત્વ' વિષય પર ચિત્ર સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૩થી ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે ‘હિન્દી કવિતા પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.
આચાર્યશ્રી રાજેશ ત્રિવેદીએ તમામ વિદ્યાર્થીઓને હિન્દી દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને દિનચર્યામાંહિન્દી ભાષાના ઉપયોગ વિશે અને અન્ય લોકોને આ માટે પ્રોત્સાહિત કરવા વિશે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીજિતેન્દ્રસિંહ રાવત દ્વારા કરવામાં આવ્યું હતું.