વામૈયા - લક્ષ્મીપુરાથી સાણોદરડા નો અધૂરા રોડને જોબ નંબર આપવા માંગ

પાટણ. ૮

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા લક્ષ્મીપુરા થી સાણોદરડાનો ૩.૨૦૦ કિલોમીટર રોડ હાલમાં કાચો અને અધુરો હોય આ રોડ ને મંજુર કરી જોબ નંબર આપવા માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણશભાઇ મોદી ને રજૂઆત કરવામાં આવી હતી

વામૈયા ગામના શૈલેષ બી.નાયી (પત્રકાર)એ શ્રી પૂર્ણશભાઇ મોદીને અધૂરા રોડનો જોબનંબર આપવા બાબતે માંગણી કરવામાં આવી 

પાટણ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ માં તારીખ ૧૬/૯/૨૦૨૦ ના પત્ર લખી માગણી કરાઇ હતી એ બાબતે તેઓ દ્વારા અધિક્ષક ઈજનેર ગાંધીનગરને આ રોડ બાબતનો જોબ નંબર મેળવવાની કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો પાટણ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતની પત્ર દ્વારા માગણી કરેલ તે અનુસંધાને તેમના પત્ર નંબર જા.ન બીપી./પીસી/વશી/ ૨૨૫૩- ૨૨૫૬-/૨૦૨૦ ના અનુસંધાને તેઓએ માન. અધિક્ષક ઇજનેર શ્રી માગૅ અને મકાન વિભાગ (૫) વર્તુળ, પાટનગર યોજના ભવન સેક્ટર- ૧૬ ગાંધીનગરની અમારા રોડ બાબતનો જોબ નંબર મેળવવાની કાર્યવાહી કરવા સારુ પત્ર લખેલ છે પરંતુ આ રોડની કામગીરી આજ દિન સુધી થયેલ નથી કે રોડનો જોબ નંબર મળેલ નથી જેના કારણે નવીન રોડ અધુરો પડેલ છે અને ગામજનો ને કુવા મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાળાએ આવવા માટે ખૂબજ તકલીફ પડે છે આ અંગે ઝડપથી આ રોડ મંજુર થાય અને તેનો જોબ નંબર મળી રહે તો વામૈયા લક્ષ્મીપુરા થી સાણોદડા કલાણા ના ગામજનોને સુવિધા મળે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી તેમને માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણશભાઈ મોદીને રજૂઆત કરી હતી

વધુમાં ઇમરાન ભાઈ મેમણ(પત્રકાર )અને શૈલેષ ભાઈ. બી. નાયી (પત્રકાર ) એ જણાવ્યું હતું કે આજે વામૈયા ગામમાં વરસાદ પડવાથી વામૈયા થી લક્ષ્મીપુરા સાણોદરા ના કાચા રસ્તા પર પાણી ભરાઈ જતાં ગામ લોકોને તેમજ આજુબાજુના ગામના લોકોને તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને જવાબ આપવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તેમજ અગાઉ પણ પાટણ જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ સ્થાનિક નેતાઓને પત્ર લખી રોડનો જોબ નંબર મેળવવા માટે માગણી કરી હતી આ ઉપરાંત પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર ને રજૂઆત કરવામાં આવેલ છે

રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ