ડીસા તાલુકા શમશેરપુરા એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી" વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

(અહેવાલ દિપક પઢીયાર બનાસકાંઠા)

દિગ્વિજય દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ (ગુજરાત સરકાર) - ડીસા તાલુકા દ્રારા સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્ર વિશે વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ જાણકારી મળે અને રાષ્ટ્રના હિતની પ્રવૃત્તિઓમાં વધારે જોડાય તે હેતુથી ડીસા તાલુકા માં શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ - શમશેરપુરા માં ધોરણ - ૯ થી ૧૨ ના વિધાર્થીઓ માટે "યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી" વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 

જેમાં શૈક્ષણિક સંકુલ ના વધુમાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

આ કાર્યક્રમમાં શ્રી રોશનભાઈ બ્રહ્મભટ્ટ (જિલ્લા સંયોજક), શ્રી સત્યમભાઈ જોષી (ડીસા તાલુકા સંયોજક), શ્રી નિકેશભાઈ પ્રજાપતિ (ડીસા તાલુકા સંયોજક), શ્રી હિતેશભાઈ પઢિયાર (ડીસા તાલુકા સંયોજક), શ્રી નાગજીભાઈ દેસાઈ (અમીરગઢ તાલુકા સંયોજક), શ્રી શંકરભાઈ દવે (નિયામકશ્રી), શ્રી મમતાબેન દેસાઈ (આચાર્યશ્રી પ્રાયમરી શાળા), શ્રી સવદાસભાઈ દેસાઈ (આચાર્યશ્રી માધ્યમિક શાળા) સાથે શૈક્ષણિક સંકુલ ના શિક્ષકશ્રીઓ તેમજ સંસ્થાના વાલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.