વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ ખાંભા તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી ને લય ને વિવિધ મેલેરિયા નાબૂદીને લગતી પ્રવૃતિઓ હાથધરવા માં આવેલ હતી. તાલુકાનાં ત્રણેય પ્રા.આ.કેન્દ્ર ડેડાણ, ખડાધાર, મોટા સમઢીયાળા ના ગામોમાં વિવિધ જનજાગૃતિને લગતી કામગીરી જેમાં ગુરુશિબિર, લઘુશિબિર, રેલી, જુથચર્ચા, શાળા ના બાળકોને ગપ્પી માછલી, તેમજ પોરા વિષે સમજણ આપી મેલેરિયા કેવી રીતે ફેલાઈ તેને કઈ રીતે રોકી શકાઈ તેની માટે સમજણ આપેલ. તેમજ ઘર ના ટાંકા, ટાંકી, ફૂલદાની, કુલર અને ફ્રીઝની ટ્રે, વગેરેને દર અઠવાડિયે સાફ કરી પાણી ના સ્ત્રોતો ને હવાચુસ્ત ઢાંકણ થી બંધ કરવા કાયમી ભરાઈ રહેતા પાણી ને ગપ્પી માછલી મૂકવી બળેલ ઓઇલ નાખવું. અને તૂટેલ માટલાંઓ જૂના ટાયર નાળિયારની કાચલી, વગેરે નો નાશ કરવો. સંધ્યા ટાઈમે લીમડા નો ધુમાડો કરવો મચ્છરદાનીનો ઉપયોગ કરવો . વગેરે બાબતોની સમજણ આપવામાં આવેલ હતી , તેમજ હાઇરિસ્ક ગામોમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથધરવામાં આવેલ હતી. આ તમામ પ્રવૃતિઓતાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.એસ.બી.મીના સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं