ધ્રાંગધ્રામાં જુગાર રમતા 8 શખશો રૂ. 16,200ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 8 શખશોને ઝડપી પડી કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતની આગેવાનીમાં ધ્રાંગધ્રા સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે ધ્રાંગધ્રા ધોળીઘાર વિસ્તારમાં રેલવે ક્વાટર્સની પાછળ જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રાજુ છત્રોટીયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, અનિલ સુરેલા, વિજય ધાંગેણી, અજય ઝીંઝુવાડીયા, રમેશ વિરાણી, અસ્લમ બ્લોચ અને કૃષ્ણવિજયસિંહ ઝાલા સહિતના આઠ શખશો રૂ. 16,200ના મુદામાલ સાથે ઝડપાયા હતા. ધ્રાંગધ્રા સિટી પોલીસે આ આઠેય શખશો વિરુદ્ધ જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા સિટી પોલીસના જુગાર અંગેના આ દરોડામાં ધ્રાંગધ્રા સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ.ઝાંબર સહિત ડી.જે.ઝાલા,બી.જે.સોલંકી, યુવરાજસિંહ સોલંકી, પ્રતાપસિંહ રાઠોડ અને નિલેશભાઈ પીત્રોડા સહિતનો સ્ટાફ સાથે હાજર હતો.