પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે કોતરના કિનારે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે ડુંગળી ફળિયામાં કોતરના કિનારે જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર એલસીબી નો સ્ટાફ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે કલારાણી ડુંગરી ફળિયાના કોતરાના કિનારે કેટલાક ઇસમો દ્વારા પત્તા પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડવામાં આવી રહ્યો છે. બાતમી હકીકત વાળી જગ્યા ઉપર પોલીસ કાફલો પહોંચી જઈ રેડ કરતા કેટલાક ઈસમો કોતરના કિનારે ઝાડ નીચે મીણીયા પાથરનું પાથરી ગોળ કુંડાળું કરી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોય તેઓને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. તેઓનું નામ ઠામ પૂછતા, મનહરભાઈ ઈશ્વરભાઈ કોલચા ( ઉ વ ૩૮ ), ઉકેળભાઈ નાનજીભાઈ નાયકા ( ઉ વ ૨૦ ), વિજયભાઈ પ્રવીણભાઈ નાયકા ( ઉ વ ૩૮૦), ગણપતભાઈ બકાભાઇ નાયકા ( ઉ વ ૩૦ ), પીન્ટુભાઇ રામસિંગભાઈ રાઠવા ( ઉ વ ૪૫ ) તમામ રહેવાસી કલારાણી તાલુકો પાવીજેતપુર જણાવ્યું હતું. તમામની અટક કરી તેઓની અંગ જડતી તથા દાવ પરના રૂપિયા મળી કુલ ૧૫૮૦/- મુદ્દા માલ કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.