ડીસા શહેર માં અંગ્રેજોના સમયની એસ.સી.ડબ્લ્યુ હાઈસ્કૂલનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરાયા બાદ હાઈસ્કૂલ ચાર રસ્તા પર મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું..
ડીસાની મહારાણા પ્રતાપ હાઇસ્કુલ (એસ સી ડબલ્યુ હાઇસ્કુલ) આગળના સર્કલ પર બનાસકાંઠા જાગીરદાર ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા મૂકવામાં આવી છે..
જેનું અનાવરણ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, જાગીરદાર ક્ષત્રિય મંચ દિલ્હીના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અગ્રણીઓ ના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે ક્ષત્રિય મંચના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ મહારાણા પ્રતાપ ના શૂરવીરતા ના અંશો રજૂ કર્યા હતા..
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશ ના રાજા હતા, એમનું નામ ઇતિહાસ માં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે..
એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો..
આ ઇતિહાસ ને આવનારી પેઢી ઓળખતી થાય જાણતી થાય તે માટે સર્કલ પર મહારાણા પ્રતાપ ની પ્રતિમા મુકવામાં આવી હોવાનું આગેવાનો એ જણાવ્યું હતું..