હાલ શ્રાવણ માસ પૂર્ણ થવા જઈ રહીયો છે ત્યારે આજે શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર છે ત્યારે ભારત ભર ના શિવાલયો ની જેમ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા માં આવેલું અતિ પ્રાચીન શિવાલય કે જે ભગવાન કૃષ્ણ સાથે નાતો ધરાવે છે અને કામનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે
ત્યારે આજે કામનાથ મહાદેવ ના શિવાલય ખાતે સઁધ્યા આરતી માં ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે સઁધ્યા આરતી માં ભગવાન ભોળાનાથ ના મંદિર માં શિવલિંગ ને આરતી સમયે શણગારવામાં આવી હતી તેમજ શખ નાદ અને નગાળા તથા ઝલરો ના નાદ ગુંજી ઉઠ્યા હતા ,ત્યારે ભાવિકોએ હર હર મહાદેવ ના નાદ સાથે આરતી નો લહાવો લીધો હતો .
ત્યારે હવે આવનારા દિવસો માં ભાદરવી ચોવદસ અને અમાસ નો ભવ્ય મેળો પણ યોજવાનો છે જેમાં ગત વર્ષે હજારો ની શખયમાં ભક્તો એ મેળા નો આનંદ માણ્યો હતો ત્યારે તેની સામે આ વર્ષે બહોળી શખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે તેવું માનવામાં આવી રહીયું છે
આપની આસપાસ બનતી ઘટના કે દુર્ઘટના કે પછી હોય આપની કોઈ સમસ્યા કે પ્રશ્ગ ના વિડિઓ ફોટા અમને મોકલી આપો અમે પ્રસારિત કરીશું આપના સમાચાર
રીપોર્ટર :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750