લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા નજીક સોમનાથથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના પતિ ચંદનભાઈ સુબીરકુમાર મંડલ રહે. સુભાષગ્રામ તા. બડોઉપુર. જી. ચોવીસી સાઉથ પરગણા રાજ્ય પશ્ર્ચિમ બંગાળ. હાલ રહે. રાજપુત રેજિમેન્ટ ન્યુ પદ્મીની એકલીંગડ મીલેટ્રી સેન્ટર ઉદેપુર રાજસ્થાનવાળાએ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું. કે તેઓ તેમનાં પત્ની બૈસાલીબેન તથા પુત્ર બિસાન સાથે તેમની કાર લઈને અમદાવાદ ખાતે રહેતા તેમના મનિષાબેનના ઘેર આવ્યા હતા.ત્યાંથી તેઓ અમદાવાદથી તેમના બહેનને લઈને સોમનાથ તથા દ્વારકા દર્શનાર્થે જવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ સોમનાથથી દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતાં. તે સમયે લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા નજીક તેમની કારને પાછળથી કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતાં તેમની કાર રોડની સાઈડમાં ફંગોળાઈ જતાં પલ્ટી ખાઈને નીચે ઉતરી ગઈ હતી. અને ટ્રક ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જ્યારે તેમની કાર રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર ચંદનભાઈ મંડલ તેમના પત્ની બૈસાલીબેન પુત્ર બિસાન તથા તેમના બહેન મનિષાબેન સહિતના ને ઈજાઓ થતાં સારવાર અર્થે 108 દ્વારા બગોદરા ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તમામને ગંભીર ઇજાને કારણે ત્યાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યા સારવાર દરમિયાન તેમના પત્ની બૈસાલીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં પાણશીણા પોલીસ સ્ટેશનના હે.કો પ્રકાશભાઈ ચિહલા તથા હિતેશભાઈ જારમરીયા એ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગેનો અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.