ડીસા શહેરમાં શોપિંગ માલિકોને જાણે કે તંત્રનો કોઇ જ ડર ન હોય તેમ કોઈ પણ જાતની મંજૂરી વગર અથવા તો નકશા વિરુદ્ધનું બાંધકામ કરી મસમોટા શોપિંગ સેન્ટરો બનાવી રહ્યા છે. ત્યારે શહેરમાં કેટલાક નવા બની રહેલા શોપિંગ સેન્ટરમાં નકશા વિરુદ્ધનું બાંધકામ થયું હોવાની રજૂઆત એક જાગૃત નાગરિકે નગરપાલિકામાં કરતા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્થળ ઉપર માપણી કરી પાંચ શોપિંગ માલિકોને નોટિસ ફટકારી છે. જો કે, 20 થી વધુ શોપીંગ ગેરકાયદેસર બની રહ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેરમાં લાલચાલી તેમજ પાટણ હાઈવે વિસ્તારમાં કેટલાક શોપિંગ માલિકો દ્વારા નકશા વિરુદ્ધનું બાંધકામ કરી શોપિંગ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે એક જાગૃત નાગરિકે નકશા વિરુદ્ધ બની રહેલા શોપિંગ સેન્ટરો સામે કાર્યવાહી કરવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જાગૃત નાગરિકની રજૂઆતના પગલે નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમે તાત્કાલિક ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં બની રહેલા 3 શોપિંગ સેન્ટરો અને પાટણ હાઈવે ઉપર બની રહેલા બે શોપિંગ સેન્ટરોની તપાસ કરવામાં આવી હતી.

જેમાં માપણી દરમિયાન આ શોપિંગ સેન્ટરોમાં નકશા વિરુદ્ધનું બાંધકામ થતું હોવાનું સામે આવતા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમે આ પાંચ શોપિંગ સેન્ટરના માલિકોને નોટિસ ફટકારી સાત દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે. જો શોપિંગ માલિકો દ્વારા આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ક્યા શોપિંગ માલિકોને નોટિસ ફટકારી

1. તુલસીભાઈ કિશનચંદ બચાણી, લાલચાલી

2. રામચંદ માળી, લાલચાલી

3. ભગવતીબેન ડાયાભાઈ ઠક્કર,લાલચાલી

4. હિતેશકુમાર મનહરભાઈ ઠક્કર,પાટણ હાઈવે

5. જયંતીભાઈ રવચંદભાઈ શાહ,પાટણ હાઈવે

ડીસા શહેરની અંદર અનેક એવા શોપિંગ સેન્ટરો અને કોમ્પ્લેક્સ આવેલા છે કે જેમાં નગરપાલિકાના બાંધકામથી લઈ કોઈપણ નિયમોનું પાલન થયું નથી. જેમાં ખાસ કરીને મોટાભાગના શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ, શૌચાલય, ફાયર સેફ્ટી જેવા એકપણ નિયમોનું પાલન થતું નથી અને તેવા શોપિંગો પણ અનેક ઊભા થઈ ગયા છે અને બિન્દાસ ધમધમી રહ્યા છે ત્યારે આવા શોપિંગો સામે પણ પાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ.