ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સામાન્ય સ્ત્રી બેઠક પર ઉંદેલના શિવાનીબેન કેતનભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે ઉપપ્રમુખ પદે ખડોધીના વિરેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી.જેનું પરિણામ જાહેર થતાં બીજી ટર્મ માટે પ્રમુખ પદે શિવાનીબેન કેતનભાઇ પટેલની વરણી કરવામાં આવી છે.જ્યારે ઉપપ્રમુખ પદે વિરેન્દ્રસિંહ રામસિંહ પરમારની વરણી કરાઈ છે.કારોબારી સભ્ય તરીકે રમેશભાઈ પુનમભાઇ દોઢિયાની નિમણુક કરાઈ છે.શાસક પક્ષના નેતા તરીકે નૈલેશભાઈ ભાઈલાલભાઈ પટેલ (રાજુભાઈ)ની પસંદગી કરવામાં આવી છે.વરણી થયેલા તમામ હોદેદારોને ભાજપાના હોદેદારો સહિત કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.

(સલમાન પઠાણ - ખંભાત)