રીપોર્ટ લતીફ સુમરા
ગુજરાત ઉપર બીપોરજોય વાવાઝોડા ની આફત આવી પડી છે બનાસકાંઠા માં વાવાઝોડા ની ભારે અસર ને લીધે ભારે પવન અને વરસાદ પડતા આ ભારે પવન ના કારણે બનાસકાંઠા જિલ્લા ઠેર ઠેર મોટા મોટા વૃક્ષ ધરાશીય થઈ ગયા અને રોડ બ્લોક થઈ ગયેલા જિલ્લા ટ્રાફિક પોલીસ ને આ બાબતે જાણ થતાં તાત્કાલીક ધોરણે હાઇવે ઉપર પડી ગયેલા અને અડચણરૂપ વૃક્ષો ને રોડ ઉપર ખસેડી સાઈડ માં કરવાંની તજવીજ હાથ ધરી ડીસા હાઇવે કંસારી ટોલનાકા આગળ વૃક્ષ ધરાશીય થતા રસ્તો બ્લોક થઈ જતા બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમના ASI હરિસીંગ, HC મુકેશભાઈ યાદવ, છગનભાઇ PC લેબાભાઈ, રમેશસિંગ,અને ડ્રાંઇવર કરશન ભાઈ સ્થળ ઉપર પોંહચીને રસ્તા ઉપર પડેલા ઝાડ ને હટાવીને રસ્તો ક્લિયર કર્યો હતો અને બીજી ઘણી બધી જગ્યાએ પણ અડચણ રૂપ ઝાડો હટાવીને ઉમદા કામગીરી કરી હતી