સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર અને સમાજ સેવા કરનારે પોતાના પુત્રવધુના જન્મદિવસે સેવાકાર્ય કર્યુ હતુ.જેમાં તેઓએ શિક્ષણ અને સેવાના કાર્યો માટે 26 લાખ રૂપીયા અર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં સાંદીપની વિદ્યાસંકુલ સાપુતારાને 11લાખ, સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીને 5 લાખ, સુરેન્દ્રનગર પાસે ધ્રાંગધ્રા ખાતે આવેલા ભારતીય મિલિટરી કેમ્પસને 5 લાખ, જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા, નારી ભાવનગરને લાયબ્રેરી માટે 2.5 લાખ, રાજચંદ્ર સેવા કેન્દ્ર સંચાલિત બહેરા-મૂંગા બાળકોની શાળા અમદાવાદને 1 લાખ, સ્વામીનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ધ્રાંગધ્રાને 1 લાખ તેમજ વિનયવિહાર કેળવણી મંડળ- વાળુકડને 50 હજાર મળીને કુલ 26 લાખ અર્પણ કર્યા છે.