અખિલ ભારતીય ઓબીસી મહાસભા નુ અમરેલી જિલ્લા બક્ષીપંચ અધિવેશન સાવરકુંડલા મા યોજાયુ
અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્રારા સાવરકુંડલા કાઠી વિધાથીઁ ભવન ખાતે બક્ષીપંચ અધિવેશન નુ આયોજન જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા અને ઓબીસી મહાસભા ના હોદેદારો એ કરયુ હતુ.આ સમારોહ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ના ગુજરાત પ્રદેશ કાયૅકારી અધ્યક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ ના પ્રમુખ સ્થાને રહયા હતા અને ખાસ આમંત્રિત પ.પુ.ભક્તિરામબાપુ માનવ મંદિર આશ્રમ,નારણભાઈ મકવાણા અમરેલી હાજર રહયા હતા.આ તકે પ્રમુખ ભરતભાઈ ગીડા સાથે ઉપાધ્યક્ષશ્રીઓ શિવરાજભાઈ ખુમાણ હાથસણી, રાજેશભાઈ હિંગુ,ભરતભાઈ રાવળ ,મહામંત્રીઓશ્રી દિલિપભાઈ વાઘેલા, શિવરાજભાઈ ખુમાણ મોલડી,વિપુલભાઈ ઉનાવા જિલ્લા યુવા પ્રમુખ પંકજભાઈ ઉનાવા,સાવરકુંડલા તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ ખુમાણ સાથે અગ્નણીશ્રીઓ મુસાભાઈ પરમાર બાબર,ધીરુભાઈ વહાણી પુવૅ પ્રમુખ તા.પ બાબરા,દાનુભાઈ ખુમાણ, રહિશભાઈ સવટ,મંગળુભાઈ ખુમાણ મેવાસા,દાદભાઈ ધાધલ,ભાભલુભાઈ મોટા જીંજુડા,કનુભાઈ ખાડક,સંરપંચ શ્રીઓ શિવરાજભાઈ મૈત્રા,ધમેન્દ્રભાઈ ખુમાણ, મનસુખભાઇ મિતિયાળા,પ્રતાપભાઈ અમૃતવેલ,મહેશભાઈ ખુમાણ,કાળુભાઇ પટગીર,યોગેશભાઇ ખુમાણ,ભાજપા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિશનભાઈ ખુમાણ, કાળુભાઇ લુણસર,નગરપાલિકા વિરોધ પક્ષ નેતા અશોકભાઈ,તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા જસુભાઈ,અગ્નણીશ્રીઓ હરિભાઈ સગર,ભુપતભાઇ ચુડાસમા, વિજયભાઈ રાઠોડ, હરેશભાઈ ભરવાડ વિજપડી,બિજલભાઈ બતાડા,નિતિનભાઈ નગદિયા,એડવોકેટ શ્રી ભાવેશભાઈ હરસોરા,પ્રદેશ એન.એસ.યુ.આઈ ઉપપ્રમુખ કેતનભાઈ ખુમાણ, દિલુભાઈ ધજડી,વિજયભાઈ શિયાળ,મયુરભાઈ રબારી, મયુરભાઈ ખાચર,કુલદિપભાઈ વિછિયા,પ્રતાપભાઈ કારેતા,મહેન્દ્રભાઈ ખુમાણ, લાલભાઈ ઝીંઝુવાડીયા,અનંતરાય બોરીસાગર,બાબુભાઈ કુબાવત,વનરાજ ખંડેલા વગેરે હાજર રહયા હતા.
પુ.ભકિતરામબાપુ ને માનવસેવા એવોડૅ મળતા તમામ હોદેદારો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ 27% ફલેટ અનામત રાજય સરકાર દ્રારા સ્થાનિક સ્વરાજ મા આપી તેની વ્યાપક ચચૉ બાદ આગામી સમય મા બક્ષીપંચ સમાજ માટે ૧૦,૦૦૦ કરોડ નુ વેલફેર ફંડ આપવામાં આવે,સહકારી ક્ષેત્રે પ્રતિનિધિત્વ અને નોકરી મા ૨૭% અનામત,જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે,રાઈટ ટુ એજયુકેશન ધો-૧૨ સુધી લાગુ થાય,ગુજરાત વિધાનસભા મા પણ ૨૭% અનામત મળે તેના માટે ની માંગણી કરવા માટે ના આયોજન બાબત ચચૉ થય હતી.શિવરાજભાઈ ખુમાણ ના સ્વાગત પ્રવચન બાદ મંગળુભાઈ ખુમાણ,પંકજ ઉનાવા,ભાવેશભાઈ હરસોરા, દિલિપભાઈ વાઘેલા, મયુરભાઈ રબારી,હરિભાઈ સગર,પ.પુ. ભક્તિરામ બાપુ દ્રારા અખિલ ભારતીય ઓબીસી મહાસભા સંગઠન ને સંપૂર્ણ સહકાર આપી સંગઠન ને મજબુત કરવા હાકલ કરી હતી.જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા એ ઓબીસી મહાસભાની કાયૅ પધ્ધતિ અને કરેલ કામગીરી નુ વણૅન કરી,સંગઠન ને દરેક બક્ષીપંચ જન સુધી પહોચાડવા અને કોઈપણ ફંડ-ફાળા વગર ફકત બક્ષીપંચ જ્ઞાતિ ના સભ્યો પોતાનો સમય આપી સહકાર આપે તેવી વિનંતી કરી હતી.અને અધ્યક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ દ્રારા મંડલ કમીશન થી ઝવેરી કમીશન સુધી ની માહિતી આપી,બક્ષીપંચ જ્ઞાતિઓ ફકત મત આપવા કે તાળીઓ પાડવા નહી પણ દરેક ક્ષેત્રમા હોવી જોઈએ અને તેમને હકક મળવો જોઈએ એ માટે સૌ બક્ષીપંચ સમાજે એક થય લડવા હાકલ કરી હતી.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા