પાટડી તાલુકાના વણોદ ગામની 20થી 25 દીકરીઓના ફોટા સાથે ઇન્સ્ટાગ્રામમાં બિભસ્ત અવાજ સાથે ફોટા અપલોડ કરનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે વણોદ સરપંચ સહિતના ગ્રામજનોએ ભેગા મળી આ કેસ અંગે દસાડા પોલીસને આ આઇડીનું પેનડ્રાઇવમાં અપલોડ કરી દસાડા પોલીસ મથકે અજાણ્યા શખસ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના વણોદ ગામે ઇમરાન સદામ કલાલના મોબાઇલમાં કોઇ અજાણ્યા શખસે મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં વણોદ ગામની 20થી 25 છોકરીઓના ફોટા મૂકી કોઇના બિભસ્ત અવાજ સાથે મૂક્યા હતા. જેમાં ઇન્સ્ટાગ્રામ sonlthakr14364 નામના આઇ.ડી.માં વણોદ ગામની 20થી 25 છોકરીઓના ઇન્સ્ટાગ્રામ ફોટા સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામાં બિભસ્ત અવાજ સાથે સ્ટોરી અપલોડ કરી મૂકી હતી.આથી વણોદ ગામની યુવતીની ફરીયાદના આધારે વણોદ ગામના સરપંચ અનોપસિંહ સહિત ઇમરાન કલાલ, કાનજીભાઇ ખોડાભાઇ, નટવરભાઇ અંબારામભાઇ, વિજયભાઇ મોરૂભાઇ ઠાકોર તથા વિપુલભાઇ નટવરભાઇ અને રમેશભાઇ બાબુભાઇ પ્રજાપતિ સહિતના ગામ આગેવાનો ટોળા સાથે દસાડા પોલીસ મથકે ફરીયાદ કરવા દોડી ગયા હતા. જેમાં બીજા દિવસે સવારે sonlthakr14364 નામનું ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.બંધ થઇ જતા દસાડા પોલીસને આ આઇડીનું પેનડ્રાઇવમાં અપલોડ કરી દસાડા પોલીસ મથકે અજાણ્યા શખસ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઇ.ખડીયા ચલાવી રહ્યાં છે.