દસાડામાં ધોળા દિવસે રૂ. 80,000ની સોનાની ચેનની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસ મથકે ત્રણ શખશો સામે લૂંટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ ) દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા. તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો. બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ )ના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ.- વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं