દસાડામાં ધોળા દિવસે રૂ. 80,000ની સોનાની ચેનની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસ મથકે ત્રણ શખશો સામે લૂંટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ ) દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા. તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો. બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ )ના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ.- વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia Syros का आ सकता है इलेक्ट्रिक वर्जन, 2026 में लॉन्च होने की उम्मीद
हाल ही में Kia Syros को भारत में पेश किया गया है। इसमें पेट्रोल और डीजल दोनों इंजन ऑप्शन में...
অংগনবাড়ী কেন্দ্ৰ একত্ৰীকৰণৰ প্ৰস্তাব মূখ্যমন্ত্ৰীৰ স্কুলৰ পাছত এ এইবাৰ অংগনবাড়ী একত্ৰিকৰণৰ কৰা প্ৰস্তাব
এইবাৰ অংগনবাড়ী কেন্দ্ৰ একত্ৰিকৰণৰ প্ৰস্তাব মূখ্যমন্ত্ৰী ড°হিমন্ত বিশ্ব শৰ্মাৰ । স্কুলৰ পাছত এ...
'शहजादा नवाब बनना चाहता है, आज के मीर जाफर को माफी मांगनी ही पड़ेगी' राहुल गांधी पर भड़की BJP
नई दिल्ली, लंदन में भारत के लोकतंत्र पर अपनी टिप्पणी को लेकर कांग्रेस के पूर्व...
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ મહેસાણાની કોર્ટમાં જુબાની આપી, 'સાક્ષી હુંકાર મહાસભા' યોજાઈ
પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે દાખલ થયેલા સાગરદાણ કેસમાં ગુરુવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી...
ડીસાના માલગઢની શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામની 01-03-1934ના રોજ શરૂ થયેલ માલગઢ પગાર કેન્દ્ર શાળાનો...