ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની આજે ઉત્સવ પ્રિય નગરી હાલોલ ખાતે રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત નગર ખાતે ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત હાલોલ શહેરના ભરવાડ સમાજ દ્વારા પણ જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને નગરના રાજમાર્ગો પર ભારે ઉત્સાહભર્યા માહોલમાં રંગેચંગે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં હાલોલ શહેરના ખોડીયાર નગર ખાતે આવેલ શ્રી મોગલ માતાજીના મંદિર ખાતેથી પરમ પૂજ્ય શ્રી ગોપાલ મહારાજ ડાકોરવાળાની પાવન ઉપસ્થિતિમાં ખોડીયાર નગર ભરવાડ સમાજના અગ્રણીજનો તેમજ યુવાનોના આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનો આરંભ કરાયો હતો જે શોભાયાત્રા વાજતે ગાજતે નગરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં શોભાયાત્રામાં સામેલ ભક્તજનોએ ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિ ગીતોની ધૂન પર ગરબાની ભારે રમઝટ બોલાવતા સમગ્ર નગરનું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું જેમાં આ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ભવ્ય ભાતી યોજાઈ નગરના રાજમાર્ગો પર ફરી ગોધરા રોડ પર આવેલા શ્રી મોગલ માતાના મંદિર ખાતે પહોંચી હતી જ્યાં સમાજના લોકો માટે ભવ્ય ભંડારાના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં ભંડારામાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ મોગલ માતાના મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં નગર ખાતે યોજાયેલી ભરવાડ સમાજની શોભાયાત્રામાં હાલોલ નગરના ભરવાડ સમાજના અગ્રણી બંસીભાઈ ભરવાડ,રતનભાઇ ભરવાડ, બચુભાઈ ભરવાડ સહિતના અગ્રણીજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભવ્ય શોભાયાત્રા યોજી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुळकूडमध्ये स्वातंत्र्याचा अमृत महोत्सव निमित्त प्रभात फेरीचे आयोजन
सुळकूडमध्ये स्वातंत्र्याचा अमृत महोत्सव निमित्त प्रभात फेरीचे आयोजन
शेख हसीना को वापस बांग्लादेश भेजेगा भारत? दोनों देशों के बीच पुरानी संधि बढ़ा सकती है पूर्व PM की मुश्किलें
नई दिल्ली। बांग्लादेश की अपदस्थ प्रधानमंत्री शेख हसीना (Sheikh Hasina) के...
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું.
દારૂ અને દ્રગ્સ વાળાને સાચવામાં રસ છે સરકારને - ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ #gujarat #gujaratinews #bjp
દારૂ અને દ્રગ્સ વાળાને સાચવામાં રસ છે સરકારને - ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ #gujarat #gujaratinews #bjp