ફતેપુરા પોલીસ દ્વારા શિક્ષકોનું સન્માન કરી, શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

ફતેપુરામાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરતી ફતેપુરા પોલીસ, તારીખ-05/09/2023 શિક્ષક દિવસ નિમિત્તે ડી.જી.પી. ગુજરાત રાજ્યનાંઓ ની સૂચના ને અન્વયે ફતેપુરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વાર ફતેપુરાની શ્રી આઈ.કે.દેસાઈ હાઈ.સ્કૂલમાં જઈ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યૂ હતું. ફતેપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. વિનુજી મેરુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફતેપુરા શ્રી આઈ.કે. દેસાઈ હાઈ.સ્કૂલના માધ્યમિક વિભાગ ના આચાર્ય શ્રી હેમન્ત પંચાલ, પ્રાથમિક વિભાગ ના આચાર્ય શ્રી પ્રમોદ કલાલ, સહિત પ્રા.વી. અને મા.વી. ના શિક્ષકો નું ફૂલ હાર થી સન્માન ફતેપુરા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફતેપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. વિનુજી મેરુજી એ પોતાના વક્તવ્યમાં શિક્ષકો ના સન્માનમાં જણાવ્યું હતું કે. આજે શિક્ષક દિવસના આ અવસર પર અહીં ઊભા રહીને પ્રતિષ્ઠિત શિક્ષકોનું સન્માન કરીને હું ગૌરવ અનુભવું છું. કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું વર્ણન કરવાનું શરૂ કરું ત્યારે શબ્દો ઓછા પડે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે આપણા વેદ પણ આપણને શું શીખવે છે “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ |ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ||”  એનો અર્થ એ છે કે શિક્ષક પોતે જ તમામ પ્રકારના ભગવાનનો મિલન છે અને તેથી જ આપણા સમાજમાં શિક્ષકનું સ્થાન ભગવાનથી ઉપર માનવામાં આવે છે. આપણા ઈતિહાસમાં, શિક્ષકને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે માતાનું ગર્ભ માનવ શરીરને આકાર આપે છે, પરંતુ શિક્ષક માનવ મૂલ્યોને આકાર આપે છે જે આપણા સમાજને માનવતા તરીકે વધુ મજબૂત બનાવે છે અને તેને પ્રગતિશીલ બનવામાં મદદ કરે છે. એક શિક્ષક વિદ્યાર્થીઓને જીવનમાં સારા માર્ગ પર લઈ જવા માટે હજારો તકોની બારી ખોલે છે.