પાવીજેતપુર તાલુકાની સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં આજરોજ જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની એકમાત્ર નામાંકિત સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં આજરોજ હર્ષોલાસ સાથે જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીઓને પારંપરિક વેશ ધારણ કરીને બોલાવવામાં આવ્યા જેમાં છોકરીઓ રાધા બનીને આવી અને છોકરાઓ કનૈયાના રૂપમાં આજે શાળામાં આવ્યા અને શાળાના 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને સાથે સાથે "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" ના નારાથી આખી શાળાનું વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. શાળાના આચાર્યશ્રી કુણાલભાઈ જૈન દ્વારા શાળાના તમામે તમામ વિદ્યાર્થીઓને અને વાલીશ્રિઓને જન્માષ્ટમીની શુભકામના પાઠવવામાં આવી. શાળાના તમામ સારસ્વત ગન દ્વારા પણ વિદ્યાર્થી તેમજ વાલીસીઓને જન્માષ્ટમી નિમિત્તેની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી.