હાલ સતામ આઠમ નો તહેવાર છે ત્યારે આ તહેવારો માં જોવા જઈએ તો હાલ ફરસાણ અને મીઠાઈઓ ના ભાવ કિલોના 200 રૂપિયા થી લઈ ને 300 સુધી ના છે ત્યારે આર્થિક રીતે નબળા વર્ગ ના લોકોને સતામ આઠમ નો તહેવાર ઉજવવો અઘરો બની રહીયો છે કેમ કે આ વર્ષે સતત પડેલા વરસાદ ને કારણે જે રોજે રોજ નું કરી ને ખાતા હતા તેવા લોકો ને મજૂરી ચાલી નથી ત્યારે આવા લોકો આર્થિક સનકળામણ અનુભતા હોય છે ત્યારે આવા સમયે માળીયા હાટીના શહેર માં સુનિધિ ફાઉન્ડેશન મુંબઈ તથા કિરીટભાઈ શેઠ અને સીતારામ સેવા ટ્રસ્ટ માળીયા હાટીના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગે ના લોકોને ફ્રી માં ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું હતું
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માળીયા શહેર ખાતે 500 થી પણ વધારે પરિવારો ને એક એક કિલો ફરસાણ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્ય માં માળીયા હાટીના ના સરપંચ જીતુભાઇ સીસોદીયા,મહેન્દ્રભાઈ ગાંધી, હકુભાઈ જોશી, અરવિંદભાઈ કારીયા,જ્યંતીભાઈ જેઠવા સહિત ના આગેવાનો ની ઉપસ્થિતિ રહી હતી
રીપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) :- 9925095750