જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં જન્માષ્મી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી કરવામાં આવી હતી. ત્યારે બાદ બાલ કાનુડા દ્વારા મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ના અંતે ડી.જે.ના તાલ સાથે બાળકો ગરબે ઘૂમ્યા હતા. આ ઉજવણી માં ગુલાલ વડે એક બીજા ને રંગવા માં આવ્યા હતા. આ જન્માષ્ટમી પર્વ ની ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી, શ્રી આર્ટ્સ કોલેજ ના પ્રોફેસરો,શ્રી તપસ્વી વિદ્યાલય ના શિક્ષકો તેમજ સમગ્ર સંકુલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. શાળા ના પ્રમુખ શ્રી એ સમગ્ર સંકુલ પરિવાર ને જન્માષ્ટમી પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.....