પાવીજેતપુરના બારાવાડ ગામેથી એક ખેતરમાંથી છ ફૂટ થી વધુ લાંબો અજગર પકડાયો

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

            પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામેથી એક ખેતરમાં ફરતો છ ફૂડ લાંબો અજગર સાપ પકડવાના નિષ્ણાંતેપકડી પાડી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડતા બારાવાડ વાસીઓએ હાસકારો લીધો હતો. 

            પાવીજેતપુર તાલુકામાં બારાવાડ ગામે રાઠવા રણજીતભાઈ બચુભાઈ પોતાના ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા તે દરમિયાન સફાઈ કામ ચાલતું હતું ત્યારે ખેતરના છેડા ઉપર ૬ ફૂટ થી વધુ લાંબો અજગર દેખાતા સ્વાભાવિક રીતે જ ગભરાઈ ગયા હતા. ગભરાઈ ગયેલા રણજીતભાઈએ બૂમાબૂમ કરતા ખેતરની આજુબાજુના કામ કરતા લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અજગરને નિહાળી ભયભીત થયેલા બારાવાડ વાસીઓએ તાત્કાલિક સાપ પકડવાના નિષ્ણાંત એવા પાવીજેતપુરના આકાશભાઈ તડવીને ફોન કરીને બોલાવ્યા હતા. આકાશભાઈ તડવી આવી ભારે જેહમત બાદ ૬ ફૂટથી વધુ લાંબા અજગર ને પકડી પ્લાસ્ટિકની કોથળીમાં નાખી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. 

           આમ, પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામે એક ખેતરમાં ૬ ફૂટ થી વધુ લાંબો અજગર દેખાતા સાપ પકડવાના નિષ્ણાંત ને બોલા, અજગરને પકડી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો છે. 

ફોટોલાઇન : પાવીજેતપુરના બારાવડ ગામેથી ૬ ફૂટથી વધુ લાંબો અજગર પકડાયો હતો જે તસવીરમાં નજરે પડે છે.