ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 12 સપ્ટેમ્બરના રોજ યોજવા માટે જાહેરનામું બહાર પડાયું છે..

ડીસાના નાયબ કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાશે..

વર્ષ 2019 માં યોજાયેલી ડીસા નગરપાલિકા ની ચૂંટણીમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ રહેલા રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી ની મુદ્દત 15 સપ્ટેમ્બરે પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે નવા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માટે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે..

જે મુજબ તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ ડીસા નગરપાલિકાના સભાગૃહ ખાતે ડીસાના નાયબ કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને નવ પ્રમુખ, ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાશે..