કાણોદર ગામની દીકરી પોલરા પિનહાજને 2002 માં આ શિક્ષણ યાત્રામાં નીકળવાનો એક સુવર્ણ અવસર મળ્યો. નેસડા(ગો) પ્રા.શાળા તા. સુઈગામના એક સરહદી વિસ્તારના નાનકડા ગામથી તેમની આ સફરની શરૂઆત થઈ. શિક્ષક તરીકેના આ વ્યવસાયને ખૂબ જ હૃદયપૂર્વક સ્વીકાર્યો, બાળકો પ્રત્યેની ખૂબ જ આત્મીયતા સાથે શાળામાં 14 વર્ષ સુધી સુઇગામની શાળામાં ફરજ બજાવ્યા બાદ 2015 માં ચાંગા પે કેન્દ્ર શાળા તા. વડગામમાં ધોરણ 6 થી 8 માં શિક્ષિકા તરીકે બદલી થઈ.

બાળકો માટે ઘણું બધું કરી છૂટવાની ઉત્કૃષ્ટ ભાવનાને લીધે પીનહાઝ પોલરાએ અનોખી આર્ક સોશિયલ સાયન્સ પ્રયોગશાળા શરૂ કરી,જેના ખૂબ જ સારા પરિણામ આવ્યા અને તેઓને આજે તેમની બેસ્ટ ટીચિંગ મેથડ માટે જિલ્લાની શ્રેષ્ઠ શિક્ષિકાનું બહુમાન મળ્યું છે.આ પ્રસંગે પીનહાજબેને જણાવ્યું હતું કે,મને ગર્વ છે કે હું મારી માતૃભૂમિને કર્મભૂમિ બનાવી શકી છું. ચાંગા શાળા પરિવાર અને ગામ લોકોના સહકારથી મને મારા સ્વપ્નને સાકાર કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો તેથી હું તેમની પણ આભારી છું,તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.