સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं