પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલા અપહરણ સહિતના ગુનામાં ધ્રાંગધ્રાના હૈદરભાઈ હુસેનભાઈ લધાની સંડોવાયેલો હોવાનું સામે આવ્યુ હતુ. ધ્રાંગધ્રા સિટી પોલીસના એએસઆઈ એ.એ મલેક, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે સોલંકી, બ્રીજરાજસિંહ ઝાલા, પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ મુધવા, સરફરાઝ ભાઈ મલેક સહિત સ્ટાફ દ્વારા શહેરના હરીપર રોડ નજીક આ શખસ હાજર હોવાની બાતમીના આધારે ઝડપી લઇ પોરબંદર પોલીસને સોંપવાની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.