પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડની પોલીસ ટીમે કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમના પીએસઆઇ બી.એમ રાઠોડને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્શના માધ્યમથી બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકે વર્ષ 2022 માં નોંધાયેલા અપહરણ તેમજ પોકસો એકટ હેઠળના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સંજયભાઈ ગોવિંદભાઈ બારીયા.મૂળ રહે.ખટકપુર,તા.શહેરા,જી.પંચમહાલ હાલ રહે.સુભાનપુરા,હાઈટેન્શન રોડ.વડોદરાનાનો હાલમાં હાલોલના ગોધરા હાઇવે રોડ પર આવેલ હોટલ નવજીવન નજીક મજૂરી કામ કરે છે જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપી સંજયભાઈ બારીયા સહિત ભોગ બનનારને હોટલ નવજીવન સામે આવેલા લાઈફ સીટી બંગલોઝ ખાતેથી શોધી કાઢ્યા હતા જેમાં પાવાગઢ પોલીસ મથકના અપહરણ તથા પોકસો એકટ હેઠળ નોંધાયેલા ગુનાના નાસતા ફરતા વોન્ટેડ આરોપી સંજય બારીયાને ઝડપી પડવાના સફળતા મેળવી પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડની પોલીસ ટીમે આગળની વધુ કાયદાકીય કાર્યવાહી અંતર્ગત પાવાગઢ પોલીસને સોંપ્યો હતો.