ડીસામાં લાયન્સ હોલ પાસે આજે ખોદકામ દરમિયાન બાજુની દીવાલ ઘસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી કરી તાત્કાલિક મજૂરને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસામાં લાયન્સ હોલ પાસે ડિમ્પલ ટોકીઝ તરફ જવાના રસ્તા પર એક શોપિંગ માટે પાયા ભરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. જેમાં છોટા ઉદયપુરના રહેવાસી દલસિંગભાઇ અને ભીમાભાઇ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બાજુના ઘરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો. જ્યારે દલસીંગભાઇ દિવાલ નીચે દટાઈ જતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. એક કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ દટાયેલા મજૂરને બહાર નીકળ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ બનાવ અંગે હીતેશભાઇ મોઢ અને ભીમાભાઇએ જણાવ્યું હતું કે, શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું, તે સમયે અચાનક બાજુની દીવાલ ધરાશયી થતા એક મજૂર નીચે દટાઈ ગયો હતો, આ બનાવની જાણ થતા જ આજુબાજુમાંથી અમે બધા દોડી આવ્યા હતા અને મજૂરને બહાર નીકાળવા માટે કામગીરી શરૂ કરી હતી. લગભગ એકથી દોઢ કલાક બાદ આ મજૂરને હેમખેમ બહાર નીકાળી સારવાર માટે ખસેડ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જોકે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ સુરક્ષાના નિયમોનું પાલન કરાયુ ન હતું. સદનસીબે મજૂર બચી જતા દુર્ઘટના ટળી છે, પરંતુ નગરપાલિકાએ આવા શોપિંગના બાંધકામ દરમિયાન સુરક્ષામાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવી જોઈએ.