દાહોદ જિલ્લાના નિવૃત રમતવીરોને પેન્શન મેળવવા અંગેની અરજીઓ નિયત સમયમાં મોકલી આપવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
દાહોદ:-ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમત-ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોઈ તેવા નિવૃત રમત વીરોને પેન્શન આપવાની યોજના અમલમાં છે. આ યોજના અન્વયે ગુજરાતના વતની હોઈ અને ૫૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા નિવૃત રમતવીરો પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે. પોતાની કારકીર્દિ દરમિયાન (૩૫ વર્ષ સુધી) રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત કે સાંઘીક (ટીમ) રમતમા ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોઈ કે રાજય તરફથી નેશનલ માટે મોકલાયેલ તે ટીમના સભ્ય હોઈ તેવા રમતવીરોને યોજનાના લાભ મળવાપાત્ર ગણવામાં આવશે.
આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા રમતવીરોને આવકની કોઇ મર્યાદા વગર તેઓને માસિક ૩૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર)ની રકમ પેન્શન રૂપે ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવવા માંગતા રમતવીરોએ નિયત નમુનામાં અરજી ફોર્મ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રમત સંકુલ દેવગઢ બારિયા ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમા ડોમીસાઇલ પ્રમાણપત્ર,રમતક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રોની નકલ અને જરૂરી આધાર-પુરાવા સાથે અરજી બે(૨) નકલમાં રૂબરૂ પહોંચાડવાની રહેશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ અમાન્ય ગણવામાં આવશે.તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા એ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.