પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે જાંબુઘોડા પોલીસે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત જાંબુઘોડા પોલીસ મથકના પોલીસ કર્મચારી હિતેશકુમાર રમણભાઈ અને સંદીપકુમાર વિઠ્ઠલભાઈને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઈસમ બજાજ કંપનીની પ્લસર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ ઊંચાપણ ગામ તરફથી આવી ઉઢવણ ગામેથી પસાર થનાર છે જે બાતમીના આધારે જાંબુઘોડા પોલીસ મથકના કર્મચારી હિતેશકુમાર રમણભાઈ,સંદીપકુમાર વિઠ્ઠલભાઈ, રાકેશભાઈ શિવજીભાઈ અને રણજીતભાઈ સનાભાઇએ ઉઢવણ ગામે નાકાબંધી કરી બાતમીવાળી બજાજ પ્લસર બાઈકની વોચમાં ગોઠવાયા હતા તે દરમ્યાન બાતમીવાળી બાઈક આવતા પોલીસે ઇશારો કરી બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાને બાઇક રોકવાનું કહેતા તેણે પોતાની બાઇકને પુર ઝડપે ભગાડવાની કોશિશ કરતા પોલીસની ટીમે તેનો પીછો કરી તેને ઝડપી લીધો હતો અને  તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ખાપરીયા નાયકા રાઠવા રહે.અમ્બાડબેરી, ખંભાલ ફળિયું,તા. કઠીવાડા,જી.અલીરાજપુર મધ્યપ્રદેશનો હોવાનું જણાવતા પોલીસે તેની પાસેના થેલામાં તપાસ કરતા પોલીસને થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 66 જેની કિંમત 26,598/- રૂ.નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂ અને પલ્સર બાઈક કિંમત 25,000/- રૂ. તેમજ એક મોબાઇલ 5,000/- રૂ. મળી કુલ 56,598/- રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જાંબુઘોડા તાલુકાના જબાણ ગામે રહેતા કિરણ ઉર્ફે દિનેશ મગનભાઈ રાઠવાએ મંગાવેલ હોવાનું જણાવતા પોલીસે દારૂના જથ્થા સાથે પકડાયેલા ખેપિયા ખાપરીયા નાયકા રાઠવા અને કિરણ ઉર્ફે દિનેશ મગનભાઈ રાઠવા સામે જાંબુઘોડા પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.