પાલનપુરના જૂના લક્ષ્મીપુરામાં વાહનની લોનના 8.45 લાખનો ચેક રિટર્ન થતાં એક વર્ષની સજા થઈ છે. જૂના લક્ષ્મીપુરા ગામમાં રહેતા હીરાભાઈ હરજીભાઈ ગામીએ પાલનપુરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ શાખામાંથી વાહન માટે લોન લીધી હતી. જેની બાકી નીકળતી રકમ રૂપિયા 8,45,000/- ભરપાઇ કરવા માટે આરોપી હીરાભાઈ હરજીભાઈ ગામીએ આપેલા ચેક રિટર્ન થયો હતો . આ અંગે બ્રાંચ કલેકશન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી.
જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આત્મદીપ શર્માએ ફરિયાદીના વકીલ જયેશ બી ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હીરાભાઈ હરજીભાઈ ગામીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ગુનો કરવા બદલ 1 વર્ષની સાદી કેદની સજા કરી હતી. જો રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.